Home> India
Advertisement
Prev
Next

દિલ્હી સહિત સમગ્ર ઉ.ભારત ગાત્રો થીજવી દે તેવી ઠંડીમાં ઠુઠવાયું, 6 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર 

દિલ્હી (Delhi)  સહિત સમગ્ર ઉત્તર ભારત (North India) માં કડકડતી ઠંડીનો પ્રકાપ ચાલુ છે. આજે સવારે પણ દિલ્હીવાળાઓને રેકોર્ડબ્રેક ઠંડીમાંથી  કોઈ રાહત મળી નથી. દિલ્હીના સફદરજંગમાં સવારે 6.10 વાગે 3.6 ડિગ્રી તાપમાન નોંધાયું.

દિલ્હી સહિત સમગ્ર ઉ.ભારત ગાત્રો થીજવી દે તેવી ઠંડીમાં ઠુઠવાયું, 6 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર 

નવી દિલ્હી: દિલ્હી (Delhi)  સહિત સમગ્ર ઉત્તર ભારત (North India) માં કડકડતી ઠંડીનો પ્રકાપ ચાલુ છે. આજે સવારે પણ દિલ્હીવાળાઓને રેકોર્ડબ્રેક ઠંડીમાંથી  કોઈ રાહત મળી નથી. દિલ્હીના સફદરજંગમાં સવારે 6.10 વાગે 3.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ધુમ્મસના કારણે અલાહાબાદ ડિવિઝનમાં 109 ટ્રેન લેટ છે. આ ઉપરાંત દિલ્હી સહિત 6 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

ગણતરીની પળોમાં પ્રિયંકાએ મારી પલટી, પહેલા કહ્યું, પોલીસે મારું ગળું દબાવ્યું અને હવે ફેરવી તોળ્યું

રવિવારે જોધપુરમાં તાપમાન 6.2 ડિગ્રી, જમ્મુમાં 7 ડિગ્રી, પટિયાલામાં 6 ડિગ્રી, ચંડીગઢમાં 4 ડિગ્રી, દહેરાદૂનમાં 4.8 ડિગ્રી, ગંગાનગરમાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં 1997 બાદથી ઠંડીએ 22 વર્ષનો રેકોર્ડ ભલે તોડ્યો હોય પરંતુ છેલ્લા 100 વર્ષમાં માત્ર ચારવાર  જ એવું બન્યું છે કે જ્યારે ડિસેમ્બરના મહિનામાં તાપમાન 20 ડિગ્રી કરતા નીચે ગયું હોય. 

સ્કાયમેટ વેધરના જણાવ્યાં મુજબ 1901થી 2018 સુધીમાં ફક્ત ચાર વાર 1919, 1929, 1961 અને 1997માં ડિસેમ્બર મહિનામાં તાપમાન સરેરાશ 20 ડિગ્રી કરતા ઓછું રહ્યું હતું. 26 ડિસેમ્બર 2019ના રોજ સરેરાશ મહત્તમ તાપમાન (એમએમટી) 19.85 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. અને અંદાજિત મહત્તમ તાપમાન ડિસેમ્બર મહિના માટે 19.15 છે. જો આમ થાય તો 1997 બાદ 2019 સદીનો બીજો સૌથી ઠંડો ડિસેમ્બર રહેશે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

6 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
આ સત્રમાં દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં સૌથી ઓછું મહત્તમ તાપમાન 18 ડિસેમ્બરે 12.2 ડિગ્રી રહ્યું છે. ઠંડીએ દિલ્હીમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 1997 બાદ પહેલીવાર એવું  બન્યું છે કે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં સતત 11મો દિવસ ખુબ ઠંડો રહ્યો. સ્કાયમેટ વેધરના જણાવ્યાં મુજબ દિલ્હી-એનસીઆર ડિસેમ્બરની શરૂઆતથી જ ભીષણ ઠંડીની ચપેટમાં છે. દિલ્હી સહિત 6 રાજ્યોમાં રેડ અલર્ટ જાહેર છે. જેમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, અને બિહાર સામેલ છે. 

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 30 ડિસેમ્બર બાદ સ્થિતિમાં સુધારો થઈ શકે છે. જો કે આગામી 48 કલાક સુધીમાં તો કોઈ રાહત મળવાની શક્યતા જોવા મળી રહી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More